Beauty News: જાડી અને ડાર્ક આઇબ્રો દરેક લોકોની પહેલી પસંદ હોય છે. જાડી અને ડાર્ક આઇબ્રો તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. પાતળી આઇબ્રો શેપમાં પ્રોપર હોતી નથી જેના કારણે ફેસ સારો લાગતો હોતો નથી. પાતળી આઇબ્રોને શેપમાં લાવવા અને સાથે જાડી અને ડાર્ક કરવા માટે લોકો અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે, તેમ છતા જોઇએ એ પ્રમાણમાં રિઝલ્ટ મળતુ નથી. આમ, તમારી આઇબ્રો પાતળી છે અને તમે ડાર્ક અને ભરાવદાર કરવા ઇચ્છો છો તો આ તેલ તમારા માટે ફાયદાકારક છે. તો જાણો આ તેલથી કેવી રીતે માલિશ કરશો.
આઇબ્રો માસ્કની સામગ્રી
- અખરોટ
- રોજમેરી ઓઇલ
- પેટ્રોલિયમ જેલી
- વિટામીન ઇ ઓઇલ
- કેસ્ટર ઓઇલ
આઇબ્રો માસ્ક કેવી રીતે બનાવશો?
આઇબ્રો માસ્ક બનાવવા માટે સૌથી પહેલાં અખરોટને એક મીણબત્તી પર મુકીને સળગાવો. જ્યારે બળવા લાગે ત્યારે એક વાસણમાં લઇને એકદમ વેલણથી પીસી લો. ત્યારબાદ આમાં વિટામીન ઇ ઓઇલ મિક્સ કરો અને 8 થી 10 ડ્રોપના રોજમેરી એસેન્શિયલ ઓઇલ અને કેસ્ટર ઓઇલ મિક્સ કરો. આ મિશ્રણમાં પેટ્રોલિયમ જેલી મિક્સ કરો. આ બધી વસ્તુઓને મિક્સ કરો. હવે આ મિશ્રણને એક ડબ્બીમાં ભરી લો. તો તૈયાર છે આઇબ્રો માસ્ક.
આઇબ્રો માસ્કના ફાયદાઓ
આ આઇબ્રો માસ્ક તમારે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં લગાવવાનું રહેશે. આ આઇબ્રો માસ્ક તમે લગાવવાનું શરૂ કરશો એટલે ડાર્ક અને ભરાવદાર થવા લાગશે. આ આઇબ્રો માસ્કની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ઝડપથી ઘરે બની જાય છે. આ સાથે તમને સરળતાથી વસ્તુઓ બજારમાં મળી જાય છે. તમારી આઇબ્રો બહુ ઝાંખી છે તો તમે દરરોજ આ માસ્ક લગાવી શકો છો. આ આઇબ્રો માસ્કથી તમને ફાસ્ટ રિઝલ્ટ મળી જશે.
આ માસ્કથી તમારી સ્કિનને કોઇ સાઇડ ઇફેક્ટ્સ થતી નતી. આ માસ્ક તમે રેગ્યુલર આઇબ્રો પર લગાવશો તો મસ્ત થઇ જશે અને ફેસ પણ મસ્ત લાગશે. આ આઇબ્રો માસ્ક છોકરીઓ માટે બેસ્ટ સાબિત થાય છે.