બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે તાજેતરમાં પાકિસ્તાન સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી હતી. બાંગ્લાદેશે પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન સામે શ્રેણી જીતી છે. આ ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી બાદ બાંગ્લાદેશ સરકારે રાષ્ટ્રીય ટીમને ઈનામી રકમ આપી હતી.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે 14 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને 3.2 કરોડ BDT (2.25 કરોડ ભારતીય રૂપિયા) એનાયત કર્યા હતા.
BAN vs PAK: બાંગ્લાદેશની ટીમને ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને હરાવીને મોટો ઈનામ મળ્યો.
હકીકતમાં, યુવા અને રમત મંત્રાલયના સલાહકાર મહમૂદ સજીબે આ એવોર્ડ નઝમુલ શાંતોની કેપ્ટનશીપવાળી બાંગ્લાદેશ ટીમને આપ્યો, જેણે રાવલપિંડીમાં બંને ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
BCBએ તેની સત્તાવાર જાહેરાતમાં કહ્યું કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને પાકિસ્તાન સામેની ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતવા બદલ BDT 3.20 કરોડની ઈનામી રકમ આપવામાં આવી છે. બીસીબીના અધ્યક્ષ ફારૂક અહેમદે મહેમૂદ સજીબની ઓફર સ્વીકારી હતી, જેનો એક ભાગ પૂર પીડિતોની મદદ માટે દાનમાં આપવામાં આવશે.
બાંગ્લાદેશે પ્રથમ વખત પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણી જીતી છે
તમને જણાવી દઈએ કે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશે પાકિસ્તાન ક્રિકેટ ટીમને 6 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે બાંગ્લાદેશે પાકિસ્તાન સામે તેની પ્રથમ શ્રેણી જીતી છે. પાકિસ્તાને ચોથા દિવસે બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને બાંગ્લાદેશની ટીમે સ્વીકારી લીધો અને લક્ષ્યાંક હાંસલ કર્યો.
બે મેચની ટેસ્ટ શ્રેણી, તે પણ ઘરઆંગણે હારવી એ પાકિસ્તાન માટે શરમજનક બાબત હતી. 2021થી પાકિસ્તાનની ટીમ ઘરઆંગણે એકપણ મેચ જીતી શકી નથી. છેલ્લી વખત પાકિસ્તાન ઘરની ધરતી પર 4 ફેબ્રુઆરી 2021ના રોજ દક્ષિણ આફ્રિકા સામે જીત્યું હતું.