જીવનમાં પૂજા ભક્તિનું મહત્વ ખૂબ રહ્યું છે, વિદ્વાનો દ્વારા પણ માર્ગદર્શન મળતું હોય છે, પૂજા ભક્તિ જીવન અને જીવને યોગ્ય બનાવે છે, કલ્યાણકારી બનાવે છે, પૂજા ભક્તિ હેતુ વિવિધ વ્રત ઉપવાસ પર્વની વાત પણ જાણવા મળતી હોય છે જેમાં દિવસ અને રાતની વાત પણ રહેલી હોય છે
ભક્તિ ઉપાસના હેતુ રાત્રી પૂજા જેવી કે શિવરાત્રી, હોળી, નવરાત્રી, વીરરાત્રી, કાળીચૌદશ, દિવાળી જેવી પૂજા યોગ્ય માર્ગદર્શન દ્વારા કરી જીવનના સકલ મનોરથ પૂર્ણ કરાય છે
વર્ષમાં ચાર વાર નવરાત્રી આવે છે જેમાં બે ગુપ્ત નવરાત્રી છે, આસો માસની નવરાત્રી દરમિયાન ગરબા રમવાનું પણ વિશેષ કારણ વિદ્વાનો પાસેથી જાણવા મળતું હોય છે નવરાત્રી એટલે નવ રાત્રિનું પૂજન, જો માતાજીની ઈચ્છા હોય તો જ ભક્ત ભક્તિ કરી શકે છે તેવું પણ વિદ્વાનો જણાવતા હોય છે, જન્મ આપી જીવને દુનિયામાં લાવનાર માતા અને બીજી જીવને સદગતિ અને પૂર્વજન્મ ના દોષ દૂર કરનારી માતા એટલે જગદંબા,
નવરાત્રી દરમિયાન ઘટ ( કુંભ ) નું સ્થાપન હેતુ પણ વિશેષ ભાવ રહેલો હોય છે, તેની નવ દિવસ હેતુની સ્થાપના પણ યોગ્ય માર્ગદર્શન માંગી લે છે જે મુજબ સવારે, બપોરે અભિજીત નક્ષત્ર માં કરવું અથવા સંધ્યા સમય આસપાસ શુભ યોગ હોય ત્યારે કરવું, પણ રાત્રે ન કરવું વગેરે,
નવરાત્રિ માં ધટની અંદર અખંડદીપ પ્રાગટય ખૂબ પ્રભાવશાળી છે, તેમાંથી રાત્રી દરમિયાન દિપકનો પ્રકાશ વડે શક્તિશાળી ઉર્જા થી ભક્તિ કરનાર ની પોતાની આભા અને ઘરની અંદર પણ સકારાત્મક શક્તિ પ્રદાન કરે છે, જેનાથી ઘટ સમક્ષ ભક્તિ કરતો ભક્ત પોતાના જીવનો ઉદ્ધાર કરે છે અને ઘરમાં રહેલી નકારસત્મક શક્તિ દૂર થાય છે, ભક્તિ હેતુ પણ જો યોગ્ય માર્ગદર્શન હોય તો વિશેષ વાત કહી શકાય, માતાજી ભક્તનો ભાવ જોવે છે અને તે ખુશ થાય છે,
ભક્તિમાં ભાવ વિશેષ હોય છે તેમાં પણ માતાજીની ભક્તિ હોય તો મા ત્વરિત ખુશ થાય અને તે હેતુ પણ ઘણી માહિતી વિદ્વાનો પાસેથી મળતી હોય છે
ભક્તિ તમે જે સ્વરૂપે કરો નવદુર્ગા, ચંડી, દશ મહાવિદ્યા વગેરે તે ભક્ત ની પોતાની ભાવના મુજબ કરતા હોય છે જેમાં ઘણા લોકોને પોતાની કૂળદેવી ની તિથિ એ ખાસ પૂજા નૈવેદ્ય હોય છે જે તેઓના પ્રાંતીય કે પારિવારિક રિવાજ ને અનુસરતા હોય છે
કુંભના ઉથપાન વિષે પણ જાણકારી મુજબ કાર્ય કરાય છે જે મુજબ નવરાત્રી બાદ સવાર ના સમયે શુભ યોગ મુજબ કરાય છે.
નવરાત્રી દરમિયાન પૂજા ભક્તિ જો તમારા પૂર્વજન્મના કોઈ કર્મ હોય કે માતાજી ની ઈચ્છા હોય તો થઈ શકે છે તેવી વાત જાણવા મળતી હોય છે, ભક્તો કેવી રીતે પૂજા કરવી, ઉપવાસ કે એક ટંક, ફળાહાર કે પાઠ, મંત્ર રટણ વગેરે હેતુ પહેલાં જ માહિતી મેળવે તે ઇચ્છનીય છે જેથી ભૂલ ના થાય,
નવરાત્રીમાં ભક્તિ કરવાથી, પૂર્વજ્ન્મના દોષ, અપરાધ, તેમજ આ જન્મમાં કોઈ દ્વિધા, સંતાપ હોય તે દૂર થાય છે અને જીવ ને સદગતિ પણ મેળવી શકાય છે,
ઘટ સ્થાપના :
આસો સુદ ૧ ગુરુવાર
તા. ૩/૧૦/૨૦૨૪
૦૬:૪૦ થી ૦૮:૦૦
૧૧:૦૫ થી ૧૩:૦૦
૧૭:૦૦ થી ૧૯:૩૦
ડો. હેમીલ પી લાઠીયા
જ્યોતિષાચાર્ય