ભારત આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર વિશ્વભરમાંથી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આવી રહી છે. ભારતના સૌથી મજબૂત સહયોગી રશિયા અને અમેરિકાએ પણ અભિનંદન સંદેશ મોકલ્યા છે. ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવતા રશિયાએ દોસ્તી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
અમેરિકાએ શું કહ્યું?
અમેરિકાએ ભારતને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી અને તેને તેના મુખ્ય વ્યૂહાત્મક ભાગીદારોમાંથી એક ગણાવ્યું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે ભારતને યુ.એસ.નું મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે અમે ઘણા મુખ્ય ક્ષેત્રોમાં અમારો સહયોગ મજબૂત કરવા આતુર છીએ.